જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
નવસારી 
Distict Education Office - Navsari

જવાબદારીઓ

જિલ્લા શિક્ષણાધિકારીઓંની ફરજો અને જવાબદારીઓ

 • સરકારી/ બિન સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ.
 • સરકારી/ બિન સરકારી અધ્યાપન મંદિરોનું શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ.
 • ખાનગી પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ.
 • અન્ય શૈક્ષણિક સંસ્થાઓ જે કાર્યક્ષેત્રમાં મુકવામાં આવી હોય તેનું શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ
 • નવી ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ તેના ક્રમિક વર્ગ વધારા અને વધારાના વર્ગોને લગતી કામગીરી.
 • નવી સરકારી/ બિન સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ ચકાસીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવાની કામગીરી.
 • નવી સરકારી/ બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ ચકાસીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવાની કામગીરી.
 • ધો.8 થી 12 ના વર્ગ વધારા, ઘટાડાને લગતી કામગીરી.
 • અનુદાન સહાય લેતી બિન સરકારી પ્રાથમિક શાળાઓ/ માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટ વહેંચણી અને વર્ષ વાર ગ્રાન્ટ ગણતરીને લગતી કામગીરી.
 • બિન સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સામાન્ય ભવિષ્ય નિધીના હિસાબોની જાળવણી, જી.પી.એફ.પેશગી, અંશત ઉપાડ, આખરી ઉપાડ, જુથ વિમા વગેરેને લગતી તમામ કામગીરી.
 • બિનસરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણીક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના એલ.ટી.સી. બોનસ રજાનું રોકડમાં રૂપાંતરને લગતી કામગીરી.
 • પેન્શન વિષયક કામગીરી.
 • અનુદાન સહાય લેતી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓને સીધા પગાર યોજના હેઠળ પગાર ભથ્થાની ચુકવણી.
 • બિનસરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટેનાં વાંધા પ્રમાણપત્ર, બહાલી આપવાને લગતી કામગીરી.
 • ફાજલ શિક્ષકો, કર્મચારીઓને જાહેર કરવા અને સમાવવાની કામગીરી.
 • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી./ એચ.એસ.સી. પરીક્ષાઓ અને રાજય પરીક્ષા બોર્ડની વિવિધ પરીક્ષાઓના સંચાલનની કામગીરી.
 • વિદ્યાર્થીઓને શિષ્યવૃતિની ચુકવણીને લગતી કામગીરી.
 • નબળા વર્ગના વિદ્યાર્થીઓને લગતી યોજનાઓની કામગીરી.
 • સરકારી માધ્યમિક શાળાઓ, તાંબાની કચેરીઓ, સંસ્થાઓમાં શિક્ષકોની ભરતી તેમજ વર્ગ-4ની ભરતીની કામગીરી.
 • કચેરી તેમજ તાબાની કચેરી, સંસ્થાઓના સરકારી કર્મચારી અધિકારીઓની સેવા વિષયક બાબતની કામગીરી.
 • ગ્રાન્ટ ઈન એઈડ કોડ 1964, ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબની કામગીરી.
 • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ તરીકેની કામગીરી.
 • બીન સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓની શિસ્ત વિષયક કામગીરી.
 • શૈક્ષણિક આયોજન, કાર્યક્રમ વ્યવસ્થા તેમજ શૈક્ષણિક તાલીમ,સેમીનાર, વર્કશોપને લગતી કામગીરી.
 • સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભૌતિક સગવડો ઉભી કરવાને લગતી કામગીરી.
 • વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્રોને  લગતી કામગીરી.
 • ફરીયાદો, ટ્રિબ્યુનલના કેસો, નામ.કોર્ટ, હાઈકોર્ટના કેસોની લગતી કામગીરી.
 • અન્ય માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણને લગતી શૈક્ષણિક અને વહીવટી કામગીરી.